પાંચે ઊઠો નવે શિરાવો, પાંચે વાળુ નવે સુવો,
બસ આટલું રોજ કરો, તે પછી સો વર્ષ જીવો.
ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય,
તાંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.
ગળો, ગોખરું ને આમળા, સાકર ઘી થી ખાય,
વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય.
ખાંડ, મીઠું ને સોડા, સફેદ ઝેર કહેવાય,
વિવેકથી ખાજે નહિતર, ના કહેવાય કે ના સહેવાય.
સવારે પાણી બપોરે છાશ, સાંજે પીઓ દૂઘ,
વહેલા સૂઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ.
સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ,
જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ.
જે-તે પધરાવશો મા, સાફ રાખજો આ઼ંત,
ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત .
હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું,
કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું.
💞🌹😍❤❤
ConversionConversion EmoticonEmoticon