GUJRATI PEOM

🤝 મિલાવું જો હાથ તો...
       એમાં મિલાવટ હું નથી કરતો...!
        સમય વર્તી સંબંધોમાં...
        સજાવટ હું નથી કરતો....!
 
 જરૂર પડે કોઈને તો...,
       જીવતે જ ખભો--સહારો આપી દઉ છું.,       
કોઈ કિતાબમાં નથી લખ્યું કે,
       આ કામ મર્યા પછી જ કરવું...!
 
 નમતો હતો, નમું છું અને નમીશ,
        સંબંધ સાચવવા.,
       બાકી, લાચાર ત્યારે પણ નહતો,
        અને આજે પણ નથી.
 
 કોઈને દુઃખ ના થાય એ માટે
       મૌન વજનદાર રાખું છું.
       નહિતર શબ્દો તો...
       હું પણ ધારદાર રાખું છું.!

 જીભ કડવી છે મારી...
       પણ દિલ સાફ રાખું છું,
       કોણ ક્યારે અને ક્યાં બદલાયા...
        બધો હિસાબ રાખું છું.

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng