Gujarati inspirational poem

*મારે લેવી નથી દરકાર,*
*જવાબદાર છે સરકાર.*

માસ્ક મને ફાવતું નથી,
ઓક્સિજન ના મળે,
તો જવાબદાર છે સરકાર.

Social distancing
રાખવું નથી, બેડ ના મળે,
તો જવાબદાર છે સરકાર.

Home quarantine
રહેવું નથી, ઘરમાં બીજાને
બીમારી લાગે,
તો જવાબદાર છે સરકાર.

પોતાની સંભાળ લેવી નથી,
તકલીફ બધા ને થાય,
તો જવાબદાર છે સરકાર.

લગ્નમાં જવું છે,
સ્મશાનમાં જવુ છે,
પછી આવે કોરોના,
તો જવાબદાર છે સરકાર.

મારી ભૂલોના કારણે
મારે ભોગવવું પડે,
તો પણ જવાબદાર સરકાર.

ઘરના સભ્યો પાસે અમલ
કરાવી શકતા નથી અને
અપેક્ષા રાખીએ છીએ કે
કરે કઈ સરકાર કારણકે
જવાબદાર તો છે સરકાર.

સરકારે કોરોના થી દેશની
પ્રજા ની સુરક્ષા કરવી જોઈએ,
પણ દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ
જો કંટ્રોલ ના થાય,
તો પણ જવાબદાર સરકાર.

હું તો મારી રીતે જ રહીશ
તો પણ મને કંઈ પણ થાય
તો જવાબદાર છે સરકાર.

૧૩૦ કરોડ જનતા ની
જવાબદારી ૧ માણસ
ના ખભા પર, અને
આપણે કાંઈજ ના કરીએ
તો પણ જવાબદાર સરકાર.

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng