મારી સ્વપ્ન યાત્રા

✍ *મારી  સ્વપ્ન  યાત્રા ..*🌀

*કાલે સ્વપ્નમાં હું રસ્તા ઉપરથી જતો હતો ..*
ત્યાં  એક  દુકાનમાં  વેપારી જોરશોરથી  બૂમ  પાડતો  હતો લિમિટેડ  ઓફર  લિમિટેડ ઓફર  એવી  રીતે..*
*જો આ ઓફરનો લાભ ન લીધો તો ચૂકી જશો..*‼️

▪️એક  ઉપર  એક ફ્રી 
▪️બે  ઉપર ત્રણ ફ્રી
 ▪️જુનો  માલ  આપો નવો  માલ એ પણ ફ્રી આવું 
*આશ્ચર્યજનક સ્વપ્ન* 
જોઈ હું જાગી ગયો અને  એનો  અર્થ  સમજવા
*"ભગવાન" પાસે ગયો * ત્યારે "ભગવાન "એ હસતાં હસતાં મને જવાબ આપ્યો એ જવાબ સાંભળી હું તો દંગ જ રહી ગયો‼️

 એમણે કહ્યું કે તુ જે રસ્તા ઉપર ચાલતો હતો એ રસ્તો 
💠" મોક્ષ માર્ગ" તરફ જતો હતો,
🔹જે વેપારી જોરશોરથી બૂમ પાડતો હતો એ વેપારી બીજું કોઈ નહીં "કર્મ સત્તા" હતી,
🔹 *લિમિટેડ ઓફર એટલે તને મળેલો "માનવ ભવ"*
અને એ ઓફર આ પ્રમાણે હતી કે
💔
 🔸"ક્રોધને" છોડો  તો  " ક્ષમા "ફ્રી"
🔹 રાગ-દ્વેષ" છોડો તો  "વૈરાગ્ય" ફ્રી અને 
🔸અનાદિ ના "જૂના દોષો" મને આપો અને  
"મોક્ષ" માટેનુ  "નવુ પુરુષાર્થ " ફ્રી.❗
અને  
💔જો  મળેલા  માનવ  ભવ ની  ઓફર  ન સ્વીકારી તો ..
"ચાર ગતિ માં" 💢ફરી  પછડાવું પડશે,
સ્વપ્નનો આ અર્થ સાંભળી
 મળેલ *માનવ ભવ નું મહાત્મ્ય મને સમજાઈ  ગયું.*

 🍁🌻🌵 *જય  જિનેન્દ્ર*👏🌻🍁
Previous
Next Post »